Showing posts with label હાસ્યલેખ. Show all posts
Showing posts with label હાસ્યલેખ. Show all posts

Thursday, 8 August 2019

પ્યાઝ કી રોટી બનાવવાનો પ્રયોગ

   મતી પ્રવૃત્તિ કરવામાં જે આનંદ મળે એવી જ મજા એ કામ વિશે વાત કરવામાં પણ મળે. એક જમાનો હતો જ્યારે વાંચન-લેખનની સાથે મેં નવી હોબી તરીકે પાકકલાને વિકસાવી હતી. સમીરા રસોઈમાં માસ્ટર એટલે એનું માર્ગદર્શન હું સતત મેળવતો રહેતો. એ પણ મને શીખવાડવામાં ઉત્સાહ બતાવતી. જોકે કૂકિંગ વિશેના મારા નવા નવા પ્રયોગોથી એ સતત ચોંકી જતી. રસોઈકળામાં હું કોઈ અખતરો ન કરી બેસું એની એને કાયમ ચિંતા રહેતી. પરંતુ એને ચિંતામુક્ત રાખવા હું હંમેશાં કાળજી રાખતો. એટલે મારે કોઈ રેસિપી ટ્રાય કરવી હોય તો એને આગોતરી જાણ કરી દેતો. 

    ‘મારે આજે પ્યાઝ કી રોટી બનાવવી છે.’ એક દિવસ મેં એને વાત કરી. અમારી પાસે હિન્દીમાં એક બુક છે: ‘आमंत्रण’ -परम्परागत एवं मनपसंद रोटियां, शाकाहारी एवं मांसाहारी व्यंजन. ઇન્દોરના પુરોબી બબ્બર નામના લેખિકાએ આ પુસ્તકમાં ૯૫ પ્રકારની રોટીઓ બનાવતા શીખવ્યું છે. ચપાતી, સાદા પરાઠા, તન્દૂરી રોટી, અમૃતસર કા પરાઠા, શાહી રોટી, મુગલાઈ રોટી, બિરહી રોટી, શ્રીલંકા કી રોટી, ગોભી કા પરાઠા, ઢાકાઈ પરાઠા, શાહજહાની નાન, પુદીને કી રોટી, પંજાબી લચ્છા પરાઠા એમ વિવિધ પ્રાંતોમાં બનતી વિશિષ્ટ પ્રકારની રોટીઓના આ રસપ્રદ પ્રકરણથી કોઈ પણ પાકપ્રેમી અભિભૂત થયા વિના ન રહી શકે. ‘લહસૂન કી રોટી’ અને ‘કાશ્મીરી રોટી’ના એક્સપેરિમેન્ટ હું કરી ચૂક્યો છું.

    હવે વારો હતો પ્યાઝ કી રોટીનો. ઘઉંનો લોટ, લીલાં મરચાં, સોડા પાઉડર, તેલ, ફુદીનો, મીઠું અને ડુંગળી. આટલી વસ્તુની જરૂર હતી. આમાંથી ફુદીનો અને લીલાં મરચાં ઘરમાં નથી એમ માનીને સવારે ઊઠીને ખરીદવા જવાની મનમાં ગાંઠ વાળી. એ દિવસે દીવાળી હતી. માથે જતા રવિવાર. હું સાડા આઠ વાગ્યે ઊઠી ગયો. છાપું વાંચ્યું. કલાક પછી હું ફરી ઊંઘી ગયો. આંખ ઊઘડી ત્યારે ૧૧ થવા આવ્યા હતા. રાબેતા મુજબ ખભે થેલી લટકાવીને નાશ્તો લેવા ગયો. વળતા શાકભાજીની રેંકડી પર ગયો. ફુદીનો અને લીલાં મરચાં માગ્યાં. 

    ‘પાંચનો ફુદીનો અને પાંચનાં મરચાં કરી દ્યો!’ મેં બકાલીને કહ્યું.
    ‘ફુદીનો દસથી ઓછાનો નહિ આવે!’ તે બોલ્યો. 
    મેં કોઈ દલીલ કર્યા વિના એની વાત માની લીધી. બેય વસ્તુ ખરીદીને હું ઘરે ગયો. 
    ‘ફુદીનો અને લીલાં મરચાં નોતા ને?’ ઘરે પહોંચીને હરખાતાં હરખાતાં મેં સમીરાને કહ્યું.  
    ‘છે ને, કાં?’ સમીરાએ સામો સવાલ કર્યો.  
    ‘લે, હું તો લઈ આઈવો!’ દાંત કાઢતાં કાઢતાં હું બોલ્યો. તેણે દાંત કચકચાવ્યા. પછી તો મારે પ્યાઝ કી રોટી બનાવ્યા વિના છૂટકો જ નહોતો. 

    એમ તો હું સુરતી ઘારીનો પ્રયોગ પણ કરી ચૂક્યો છું. જોકે એમાં આંશિક સફળતા જ સાંપડી હતી. કારણ કે, ઘારીને તળવા માટે તાવડામાં નાંખી એ સાથે જ એમાંથી ઓગળીને માવો બહાર નીકળી આવ્યો હતો. ત્યાર પછી હું ઘારી બનાવવાની કલ્પના કરી શક્યો નથી. બલકે ઘારીની અર્ધ સફળતા પછી મેં રાંધણકળામાં કોઈ પ્રયોગ કર્યો હોય એવું મને યાદ નથી. જોકે એક વાર સોન પાપડી બનાવવા મેં ભારે ઉપાડો લીધો હતો. એમાં જરૂરી એવું ૧૦૦ ગ્રામ લિક્ટવિડ ગ્લૂકોઝ લેવા માટે બજારમાં આંટા માર્યા. ક્યાં મળે જ નહીં. છેલ્લે એક દુકાન મળી. હાશ. મેં પૂછ્યું, લિક્વિડ ગ્લૂકોઝ છે? વેપારીએ કહ્યું, હા છેને. ક્યાં છે? મેં પૂછ્યું. તે બોલ્યો, આ રહ્યું. જોયું તો પાંચ લિટરનું ડબલું હતું. એ ડબલું જોતાવેંત મેં ત્યાંથી ચાલતી પકડી.

    મને વાંચવાનો શોખ હોવાથી હું અવાર-નવાર પુસ્તક મેળામાં કે બુકશોપમાં જતો. ‘કૂકિંગની કોઈ સારી ચોપડી હોય તો લેતો આવજે’ એકવાર સમીરાએ મને કહ્યું હતું. હું ‘રેતીની રોટલી’ લઈને ઘરે ગયો હતો.  

(‘રેતીની રોટલી’ એ ગુજરાતી ભાષાના હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનું પુસ્તક છે.)

Monday, 3 December 2018

અજગર કરે ના ચાકરી, પંછી કરે ના કામ

રોટી, કપડાં અને મકાન એ દરેક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે. માણસ જ નહિ બલકે પશુ-પંખીને પણ રહેણાંક અને આહારની જરૂર તો પડતી જ હોય છે. જોકે, કપડાં વિના પ્રાણીને ચાલે છે, પણ માણસને ચાલતું નથી. માણસ જાહેર જીવનમાં ગમે એટલી નાગાઈ આચરે પણ શરીર પરથી કપડું દૂર થાય તો જાણે એની આબરૂના લીરેલીરા ઊડી જાય. માણસ અને જાનવર વચ્ચે મુખ્ય સમાનતા ગણીએ તો એ પેટની છે. પેટનો ખાડો પૂરવા બન્ને પ્રકારના સજીવોએ મહેનત કરવી પડે છે. છતાં આ મહેનત કરવામાં કદાચ માણસને વધુ કષ્ટ પડે છે. પેટ ભરવા માટે માણસે બીજા માણસ પર આધારિત રહેવું પડે છે. પોતાનો વ્યવસાય હોય તો ક્લાયન્ટ કે ગ્રાહક પર અવલંબિત રહેવું પડે. જોબ હોય તો બોસ કે કંપનીની મોહતાજી. બૌદ્ધિક રીતે માણસ બીજા પ્રાણીઓને આંટી જાય પણ શારીરિક રીતે ઘણો કમજોર છે. નોકરી કદાચ એની અનેક કમજોરીઓ પૈકીની એક છે. શું તમે કોઈ ચકલાં, પોપટ, કાગડા, વાઘ, દીપડા કે કીડી, મકોડાને નોકરીએ જતાં જોયાં છે?

અભ્યાસ પૂરો થયા બાદ દરેક યુવક-યુવતી નોકરીની શોધ કરવા નીકળી પડે છે. કોઈ પોતાનો નાનો ધંધો કરવાનું પણ વિચારતું નથી. જાણે જાતે જ પોતાને કેદ કરવા માટે કોઈ દેડકો કૂવાની શોધમાં નીકળ્યો હોય. પણ જ્યાં સુધી કમાવાની જવાબદારીનું પોટલું માથે આવ્યું નથી હોતું ત્યાં સુધી વટથી નોકરીની તલાશ ચાલે છે, કોલર ઊંચા રાખીને! ડિગ્રીધારી બનવાથી માંડીને નોકરીએ લાગ્યા સુધીનો સમયગાળો સગાઈથી લગ્ન વચ્ચેના સમય જેવો હોય છે. રાત્રે મોડા મોડા સૂવાનું, કારણ કે સવારે ક્યારે ઊઠવું એની કોઈ ઉપાધિ નથી હોતી. સવારે વહેલા ઉઠવાની તો કોઈ જરૂર જ નથી પડતી. 

નોકરી ગુમાવવાનો સમય કેવો કપરો હોય છે? એમાંય અચાનક એવી ઘડી આવે ત્યારે જાણે સ્વયં યમદૂત આજુબાજુ આંટા મારતા હોય એવો ભાસ થવા લાગે. નોકરી ન હોય તો કંઈક તો કરવું જ પડે ને? જેની આવકથી તાગડધિન્ના કરી શકાતી એવો બાપ પણ કામ ન આવે. નોકરી કે વ્યવસાય કરતી પત્નીની આવક પર ક્યાં સુધી નભી શકો? દુનિયા મહેણું મારશે એવી બીકથી નરબંકા ફફડતા રહે છે. તેના માટે નોકરીની ડેલીએ ઘૂંટણિયાં ટેકવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. નોકરી જતી રહે તો નોકરી જ ગોતવી પડે. કદાચ નોકરીનો નોકરી સિવાય કોઈ વિકલ્પ નથી. જેમ એકનું એક સંતાન ગુમાવતાં કોઈ પિતા પર દુ:ખના પહાડ આવી પડે એમ એકની એક નોકરી ગુમાવનાર માણસની હાલત પણ એ દુઃખી પિતા જેવી જ બને છે.

જોબલેસ હોવું એ એક પ્રકારે મોક્ષને પામવા જેવું પણ કહી શકાય. એ તો જાત અનુભવે જ મેળવી શકાય એવી ચીજ છે. ખરો પ્રશ્ન જોબલેસ પ્રાપ્તિ પછી જન્મે છે. એક જમાનામાં(એ જમાનો હજી જૂનો નથી થયો.) ડાહ્યા ચિંતકો સફળ થવા માટે યુવાનોને શિખામણ આપતા હતા કે, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. તેઓ એ કહી શકતા નહોતા કે, કામ તો કરવું  જ પડશે. એટલે આજે પણ અનેક લોકો ગમતું કામ શોધવામાં હજી ફાંફા મારે છે, કામને ગમતું કરવાના નામે ઢસરડા કર્યે જાય છે.

Sunday, 18 November 2018

ધારો કે ઓશોને મીટૂ વિશે પૂછવામાં આવે

(પ્રભાતના પ્રફુલ્લિત વાતાવરણની સાક્ષી પૂરતો ચકલાં, પોપટ, કોયલ ઇત્યાદિ પંખીઓનો કલરવ. દૂર દૂર સ્ટેશન પરથી વ્હીસર સાથે ટ્રેન ઉપડવાનો અવાજ. એની વચ્ચે જ-)

-છઠવાં પ્રશ્ન, ભગવાન, યહ મીટૂ ક્યા હૈ? સમઝાને કી અનુકંપા કરેં

-મી કા મતલબ હોતા હૈ મૈં, ઔર ટૂ કા મતલબ હોતા હૈ તૂ. ઇસ તરહ મૈં ઔર તૂ કે બીચ જબ તૂતૂમૈંમૈં હોના શરૂ હોને લગતા હૈ તબ મીટૂ કી ઘટના ઘટતી હૈ. તુમને કબી કિસી ઐસે પુરુષ કો દેખા હૈ જો કિસી સુંદર સ્રી કે સામને સે ગુજર જાને પર ભી આંખ ઉઠાકર ન દેખતા હો? સ્ત્રી કે પ્રતિ પુરુષ કા આકર્ષણ સ્વાભાવિક હૈ. ફૂલોં કે પ્રતિ આકર્ષિત ના હો વો ભ્રમર હી કૈસા ભલા? તિતલિયોં કો કબી કલિયોં સે મુહ મોડતે દેખા હૈ તુમને? લેકિન પ્રકૃતિ ઔર મનુષ્ય મેં ફર્ક સિર્ફ ઇતના હૈ કિ વહાં બલાત્કાર નહીં. મનુષ્ય સ્વભાવ સે બલાત્કારી હૈ, બલ્કિ યૂં કહે કિ પુરુષ હી બલાત્કારી હૈ.
મીટૂ કી ઘટનાને પુરુષ કો નંગા કર દિયા. લેકિન ઇસસે કુછ સાર નહીં. નંગે કો તુમ ઓર નંગા કરોગે તો ઉસસે ક્યા ફાયદા? નંગા નહાયેગા ક્યા ઔર નિચોયેગા ક્યા?
મૈંને સુના હૈ, મુલ્લા નસરુદ્દીન એક અખબાર કે એડીટર હુવા કરતે થે. એક બાર અપને ઘર પર રાત કો બીબી કે સાથ સોએ હુએ થે કિ બડબડાના શુરૂ કર દિયા, ‘જો બી કરના હૈ ઇસ દસ્તાવેજ પે લિખ કે દો બાદ મેં ખામખા મેરી બદનામી હો જાએંગી.’ બીબીને ઉનકે ગાલ પર બડી ઝોર સે તમાંચા લગાયા ઔર બોલી, ચુપ હો જાઓ અભી તુમ્હારે મિનિસ્ટર બનને મેં સાલોં બાંકી હૈ.
આદમી બડા કુશલ હોતા ચલા જા રહા હૈ લેકિન ઉસકે મન કે આગે ઉસકી કોઈ કુશલતા ચલતી નહીં. હિન્દી કી એક કવયિત્રીને એક બાર મુઝસે આ કે કહાં કિ ઉનકે એક પરિચિત લેખક એકાંત મેં જબ ભી મિલતે, ઉનકી સુંદરતા કી તારીફ કરતે હૈ ઔર બાત બાત પર આઇ લાઇક યૂ, આઇ લાઇક યૂ બોલા કરતે હૈ. કવયિત્રી કો યહ બાત પસંદ ન થી. હોતા હૈ ઐસા જબ કોઈ તારીફ કરે ઔર આપકો અપમાન જૈસા લગતા હૈ. વહ કવયિત્રી ભી અપને આપ કો અપમાનિત અનુભવ કર રહી થી. મુઝસે પૂછા કિ ઇસકા રાસ્તા બતાઇએ. મૈંને બોલા, અબ કી બાર જબ વો તુમ્હે આઇ લાઇક યૂ બોલે તો ઉનકો સબ કે સામને લે જાના ઔર ઉનસે બોલના મીટૂ...

આજ બસ ઇતના હી-

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...